Tandalja Basil School Main Road

Basil School to Tandalja Road in Bad Condition

July 28, 2020

તાંદલજાના રહેવાસીઓને વિનંતી – કૃપા કરીને આ સંદેશ તમારા Whatsapp contacts and group માં મોકલો

ભ્રષ્ટાચાર થી ખદબદતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 2019 માં ગુલાબ વાટિકા નજીક મુખ્ય માર્ગ પર ડ્રેનેજ બદલવાનું પ્રારંભ કર્યું. મહિનાઓ સુધી કામ ચાલ્યું. હંમેશની જેમ, છેલ્લા 8-9 મહિનાથી ડબલ સાઇડ રસ્તો બંધ કરી, સિંગલ રસ્તો કરવામાં આવ્યો જેના લીધે ઘણા બધા અકસ્માતો પણ થાય છે.

Photographs taken on July 28, 2020 (Rajvi Tower – Gulab Vatika Main Road)

ભ્રષ્ટ ઠેકેદારો (Contractor) કામ પૂરું થયા પછી ખોદાયેલા રસ્તોની જેમનો તેમજ છોડી ગયા છે. આજ દિન સુધી મુખ્ય માર્ગ સિંગલ રસ્તો જ છે. દરરોજ હજારો લોકો રસ્તા પર થી પસાર થાય છે, પણ VMSS કે કોન્ટ્રાક્ટર ના પેટનું પાણી હલતું નથી.

Smart City ના બણગા ફૂંકતા ભ્રષ્ટાચારીયોએ વડોદરા નું નવું નામ ખડોદરા પાડેલ છે. માત્ર અને માત્ર વેરા ઉઘરાવી અને જલસા કરવા માં રાચતા અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો ને હવે જાગી જવાનો સમય આવ્યી ગયો છે.

આશા છે કે આ વાસ્તવિકતા VMSS (વડોદરા મ્યુનિસિપલ સેવા સદન) ના બહેરા કાન સુધી પહોંચશે

Contractor અને VMSS – જેના પણ Scope of Work મા આવતું હોય, તેણે જાહેર જનતાની માંગ મુજબ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવું જોઈએ.

ગુજરાત સરકાર નો માસ્ટર સ્ટ્રોક – શાળા ખુલી જાય ત્યાં સુધી ફી માફ કરાઈ છે

20-30 લાખ કરોડ માં Economy બીજા દિવસે ધમધમતી થઈ ગયી હોત

શા માટે કોરોનાથી સાવધાન રહેવું જોઇએ ?

તાંદલજા સન ફાર્મા રોડ સ્થિત ન્યુયોર્ક બેકર્સના ધંધામાં ખલેલ પહોંચાડવા FAKE CORONA NEWS Viral